Thappad એ ખરેખર એક નાની વાત છે તેના માટે એક સ્ત્રીએ જતું કરી દેવું જોઈએ જો ઇમોશનલી વિચારવા જોઈએ તો આવો વિચાર આવે પરંતુ ના નાની એવી થપ્પડ શા માટે જતું કરવું? ના નથી અહીંયા આવ તું અભિમાન, ઈગો પણ હા જે વસ્તુ ખોટી છે એ ખોટી છે ઘણો બધો પ્રેમ ઘણી બધી , લાગણી ઘણી care બધું જ એક થપ્પડ થી પૂરું થઈ જાય છે. ખાલી પ્રેમ ખૂટે છે પણ ખાલી પતિ અને પત્ની તરફથી જ સાહેબ બાકી એક સ્ત્રી પોતાના ઘરની જવાબદારી છે પાછળ નથી હટતી...,હા જરૂર કે થપ્પડ ખાનાર સ્ત્રી પોતાનું ઘર છોડીને ચાલી જાય છે છતાં પણ જ્યારે તેની સાસુ બીમાર પડે છે ત્યારે ખડેપગે ઊભી રહે છે અને હા પોતાના પતિનું બાળક ને પણ નવ મહિના પાલવે છે.
હા આજ મુવી અનુભવ સિન્હાની થપ્પડ ટ્રેલર જોઈને ઘણા લોકોને કંટાળો આવે તેથી જ જ્યારે અમે પણ જોવા ગયા ત્યારે બે વખત ધક્કા ખાધા પછી અમને પિક્ચર જોવા ની ટિકિટ મળી અને આ જોવાવાળા પ્રેક્ષકો પણ ૧૨ થી ૧૫ હતાં છતાં પણ પિક્ચર ખરેખર સુપરહિટ છે હા ફેમિનિઝમ પર નહીં પણ Gender equality પર જરૂર છે
અમૃતા- તાપસી પન્નૂ મુખ્ય કેરેક્ટર છે આ પીચરના કે જે લગ્ન કરીને પોતાના પતિના ઘરે જાય છે જે પોતે મિડલ ક્લાસ ફેમિલીમાં થી belong કરે છે છતાં પણ એક સારા ઘરની હાઉસ વાઈફ છે એનુ daily routine કે પહેલી વાત કે સાઉન્ડ પ્રત્યે બહુ જ કોન્શિયસ હોય છે કે સવારે પોતાનું છ વાગ્યાનો આલારામ વાગે એટલે તરત જ ઝબકીને જાગી જાય છે અને બંધ કરે છે કે જેનાથી તેનો પતિ ઝબકીને જાગી ન જાય. Super schedule જે આ એક સ્ત્રી જ કરી શકે અને હા 100% સ્ત્રી ની જ જવાબદારી છે. ઘરમાં કામવાળી આવે ને તો પણ તેને કહે કે મારા મમ્મી જી સુતા છે તો મને ફોન કરીને આવજો એના બેલ ના અવાજ એના સાસુમા ને નીંદર મા ખલેલ ન પહોચે.
Main part of THAPPAD while Celebration is going on...તેના પતિ London જવાના છે તે ખુશીમાં રાખવામાં આવ્યું હતું ત્યારે તેને એક થપ્પડ મળે છે.દુનિયાની સામે પણ....જો આ જ વસ્તુ કદાચ સ્ત્રીએ પોતાના પતિ સાથે દુનિયાની વચ્ચે ઊચા અવાજમાં પણ વાત કરી લીધી હોત તો ,જેટલા થપ્પડ ની નોંધ લેવામાં આવી તેના કરતાં દસ ગણું અવાજને માનવામાં આવત. Yes, here's the Gender equality...
"रिश्ते बनाने में एफ्फोर्ट्स नहीं लगते जितने निभाने मे लगते है....उसके साथ सुब एफ्फोर्ट्लेस्स था..."
મૂવી જોતા જોતા ખરેખર મને પણ એક વખત એમ થયું સ્ત્રી હોવાના ખાતર કે નાનકડી એવી થપ્પડ કે જે તમારા સંસારને હચમચાવી શકે છે તો શા માટે આવું પગલું લેવું જોઈએ પણ ના ખરેખર જરૂરી છે . પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે એક સ્ત્રી પોતે બધી જ વસ્તુ નું બલિદાન આપે અને એ પણ જરૂરી નથી કે ખોટી વસ્તુ માટે કે સાચી વસ્તુ માટે આ અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે.
અને હા, ખરેખર ડાયરેક્ટરે દરેક સ્ત્રી પાત્ર ની પાછળ સ્ત્રીની પોતાની બલિદાન ની કહાની દેખાડેલી છે. જેમકે અમૃતાની મા, અમૃતાની ભાભી, અમૃતાની સાસુમા,અમૃતા નો કેસ લડી રહેલ સ્ત્રી વકીલ , પાડોશી સ્ત્રી અને અમૃતા ખુદ.
સારી બાબત આ movie મા દેખાઈ રહી છે કે જેમ અમૃતાએ પોતાના માટે પોતાનો કેસ લડયો એ વાત સાચી પણ અમૃતા જે સ્ત્રી વકીલ પાસે પોતાનો કેસ લડાવા રહી હતી એ સ્ત્રી પણ ક્યાંક ને ક્યાંક આવી જ પીડામાંથી પીડાઇ રહી હતી અને તેને પણ મોટીવેશન મળ્યો અમૃતાના કેસ પરથી એટલે અહીં આ મુવીમાં ઘણી બધી સ્ત્રીઓ આઝાદ થાય છે અને એમનું મહત્વનું ઉદાહરણ ક્યાંકને ક્યાંક અમૃતા નું Spirit, Confidence, Firmness મહત્વનો ભાગ ભજવે છે.
So, in the last but not the list there's nothing about your qualifications like... કોઈ ઊંચા હોદ્દાની સ્ત્રી જ આ કામ કરી શકે કે તેને જ હક હોય છે... આ માન્યતા ક્યાંકને ક્યાંક સાવ ખોટી છે... ઘરના કામ કરવામાં પોતાના પતિને , પોતાના બાળકને , પોતાના સાસુ-સસરાને સંભાળવામાં સ્ત્રીનો હોદ્દો આડો આવતું નથી તો હા એ વાત પણ ખરી છે કે જ્યારે અવાજ ઉઠાવવાની વાત આવે છે ત્યારે પણ સ્ત્રીનો હોદ્દો વચ્ચે ના જ આવવો જોઈએ... અને જ્યારે વાતો કોલીફીકેશન ની આવે ત્યારે સ્ત્રી ભણેલી હોય કે અભણ હોય પણ સ્ત્રીએ તો સ્ત્રી જ કહેવાય. અને ખાસ કરીને ક્યાંકને ક્યાંક આ કહેવત ખાસ કરીને સ્ત્રી માટે મને ખૂબ જ લાગુ પડતી દેખાઈ રહી છે.."ભણેલી કરતા ગણેલી" વધારે હોય છે.
Well described review !
ReplyDeleteThank u
ReplyDelete